કાશ્મીરમાં બે વર્ષમાં 10 નવા પક્ષ બન્યા

કાશ્મીરમાં બે વર્ષમાં 10 નવા પક્ષ બન્યા

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી ક્યારે યોજાશે તે અંગેની અનિશ્ચિતતા વચ્ચે પણ ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેવા માટે કેન્દ્રશાસિત પ્રદેશમાં ઘણા નવા રાજકીય પક્ષોની રચના કરવામાં આવી રહી છે. 2022 પછી કાશ્મીર ખીણમાં છેલ્લાં બે વર્ષમાં 10થી વધુ નવા પક્ષો બન્યા છે. જેમના નેતાઓ દાવો કરે છે કે તેઓ પરંપરાગત પક્ષોના વિકલ્પ છે. ખીણમાં પહેલેથી જ હાજર પરંપરાગત પક્ષોના નેતાઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે મોટા ભાગની પાર્ટીઓ જમ્મુમાં નહીં પણ માત્ર કાશ્મીરમાં જ કેમ બની રહી છે? જ્યાં ગત ચૂંટણીમાં ભાજપે મોટા ભાગની બેઠકો જીતી હતી. નવા પક્ષો બનાવનારા લોકોમાં મોટા ભાગના નેતાઓ જૂના પક્ષોના છે, જેઓ કોઈ ને કોઈ કારણસર પોતાની પાર્ટીઓથી નારાજ હતા. હવે તેઓ નવા પક્ષો બનાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ કેન્દ્રશાસિત પ્રદેશની ભ્રષ્ટ વ્યવસ્થામાં પરિવર્તન લાવવા આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસનને પાંચ વર્ષ થવા આવ્યાં છે. ચૂંટણીનો સમય હજુ નક્કી થયો નથી. રાજકીય પક્ષોના નેતાઓ સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી થવી જોઈએ. તેમનો આરોપ છે કે ભાજપ પોતાની હારના ડરથી રાજ્યમાં ચૂંટણીમાં જાણી જોઈને વિલંબ કરી રહ્યો છે. જ્યારે બીજેપીનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી ક્યારે થશે તે નક્કી કરવાનું કામ પાર્ટીનું નહીં પરંતુ દેશના ચૂંટણીપંચનું છે. રાજ્યમાં ચૂંટણી ક્યારે યોજાશે તે તો માત્ર પંચ નક્કી કરશે.

Read more

ટ્રમ્પનો આદેશ - અમેરિકાનો ધ્વજ સળગાવનારને જેલ થશે

ટ્રમ્પનો આદેશ - અમેરિકાનો ધ્વજ સળગાવનારને જેલ થશે

સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે બે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. પહેલા ઓર્ડરમાં, પૈસા જમા કરાવ્યા વિના આરોપીઓને મુક્ત કરવાની

By Gujaratnow
બાંગ્લાદેશે કહ્યું- પાકિસ્તાન 1971ના નરસંહારની માફી માગે

બાંગ્લાદેશે કહ્યું- પાકિસ્તાન 1971ના નરસંહારની માફી માગે

બાંગ્લાદેશે પાકિસ્તાનને 1971ના નરસંહાર માટે માફી માગવા કહ્યું છે. હકીકતમાં પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન મોહમ્મદ ઇશાક ડારે

By Gujaratnow
રેખા ઝુનઝુનવાલા પર ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ

રેખા ઝુનઝુનવાલા પર ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ

રેખા ઝુનઝુનવાલા પર ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ આ આરોપો લગાવ્યા છે. આ આરોપો એટલા માટે લગાવવામાં આવી રહ્યા

By Gujaratnow