અંબાજીમાં 3 દિવસમાં 1,65,500 શ્રધ્ધાળુએ 51 શક્તિપીઠની પરિક્રમા કરી

અંબાજીમાં 3 દિવસમાં 1,65,500 શ્રધ્ધાળુએ 51 શક્તિપીઠની પરિક્રમા કરી

શક્તિપીઠની અખંડ જ્યોત થકી 50 શક્તિપીઠોની જ્યોત પ્રગટાવાઇઃ અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ત્રીજા દિને સવારે અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને અન્ય ભાવિક મંડળો દ્વારા માતાજીના મુખ્ય શક્તિપીઠ ગબ્બર ઉપરની અખંડ જ્યોતને ધાર્મિક મર્યાદા મુજબ નીચે લાવવામાં આવી હતી. પરિકમ્મા માર્ગ પરના તમામ 50 શક્તિ પીઠોની જ્યોત થી જ્યોત મિલાવી પ્રજ્વલિત કરવામાં આવી હતી.

એ સાથે જ મોટી સંખ્યામાં પરિક્રમા કરાતા સમગ્ર ગબ્બરતળેટી માં અંબાના જયઘોષથી ગુંજી ઉઠી હતી. પરિકમ્મા મહોત્સવના ત્રીજા દિને 65,000 જ્યારે ત્રણ દિવસમાં 1,65,500 ભાવિકોએ માતાજીના દર્શન કરી પાવન બન્યા હોવાનુ ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું છે.

ગબ્બરતળેટી માં અંબાના જયઘોષથી ગુંજી ઉઠી
ગબ્બરતળેટી માં અંબાના જયઘોષથી ગુંજી ઉઠી

51 શક્તિપીઠ પૈકી અહીં મા શક્તિનું હૃદય છે
વિશ્વભરના એકાવન શક્તિપીઠો પૈકી આ એક એવું મહત્વનું પીઠ કે જ્યાં મા શક્તિનુ હ્રદય પડ્યું છે. તેવા ગબ્બર શક્તિપીઠનું માઈ ભક્તો માટે પણ પરમ આસ્થાનું પ્રતીક ગણાય છે.

મોટાસડા સ્કૂલના વિદ્યાર્થીઓએ સેવા આપી
દાંતાના મોટાસડાની જયશ્રી દ્વારિકાધીશ સરસ્વતી વિદ્યાલયના એન. અેસ. એસના 50 સ્વયં સેવકો પણ યાત્રિકો માટે સેવા યજ્ઞમાં સહભાગી બની ઉમદા સેવા બજાવી હતી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow