નવા વર્ષમાં લોન મોંઘી થવાની શક્યતા ઓછી દેશમાં રેપોરેટ રિટેલ ફુગાવા કરતાં 0.37% વધુ

નવા વર્ષમાં લોન મોંઘી થવાની શક્યતા ઓછી દેશમાં રેપોરેટ રિટેલ ફુગાવા કરતાં 0.37% વધુ

2022નું વર્ષ અનેક પડકારો ભર્યું હતું પરંતુ નવા વર્ષે રાહત મળે તેવી શક્યતા છે. નવા વર્ષમાં લોન મોંઘી નહીં થાય. રેપોરેટમાં હવે એકાદ વધુમાં વધુ વધારો 0.25% રહી શકે છે ત્યારબાદ રિઝર્વ બેંકના નીતિગત દર લાંબા સમય સુધી સ્થિર રહેશે.

વિશ્લેષકોના મતે એવું પણ શક્ય છે કે 2023ના અંત સુધીમાં વ્યાજ દરો ઘટવા લાગે. આનું સૌથી મોટું કારણ એ છે કે દેશમાં રેપોરેટ મોંઘવારી દર કરતા 0.37% વધારે છે. ટેક્નિકલી રીતે તેને રિયલ સેન્ટ્રલ બેંક રેટ કહેવામાં આવે છે જ્યારે તે શૂન્યથી ઉપર હોય છે ત્યારે મધ્યસ્થ બેંકો સામાન્ય રીતે દરો વધારવાનું બંધ કરે છે.

બેંક ઓફ બરોડાના અર્થશાસ્ત્રી અદિતિ ગુપ્તાએ જણાવ્યું કે હાલમાં ભારત સહિત માત્ર પાંચ મોટા દેશોમાં વાસ્તવિક સેન્ટ્રલ બેંક રેટ શૂન્યથી ઉપર છે. જેમાં ચીન, સાઉદી અરેબિયા, બ્રાઝિલ અને મેક્સિકોનો સમાવેશ થાય છે. જ્યારે વાસ્તવિક સેન્ટ્રલ બેંક રેટ શૂન્યથી નીચે આવે છે ત્યારે ચલણનું વાસ્તવિક મૂલ્ય ઘટવાનું શરૂ થાય છે. તેથી જ જ્યારે ફુગાવો વધે છે ત્યારે રિઝર્વ બેંક રેપો રેટ વધારવાનું શરૂ કરે છે, જેથી વાસ્તવિક સેન્ટ્રલ બેંક રેટ શૂન્યથી ઉપર રહે અને આરબીઆઈએ આ લક્ષ્ય હાંસલ કર્યું છે.

રિટેલ ફુગાવો 2023-24માં માત્ર 5%થી થોડો વધુ રહી શકે
રિઝર્વ બેન્ક આવતા વર્ષે રેટ વધારતા પહેલા અત્યાર સુધી કરવામાં આવેલા રેપોરેટમાં થયેલા 2.25% વધારાની સંપૂર્ણ અસર જોવા માંગે છે. બ્રોકરેજ ફર્મે એક યાદીમાં કહ્યું, ‘અમારું અનુમાન છે કે આરબીઆઇ 2023માં રેપો રેટને 6.25-6.5% પર સ્થિર રાખશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow